Thursday, January 3, 2013

ઢોલ ઢબૂકે—-દીપક ત્રિવેદી


ઢોલ ઢબૂકે—-દીપક ત્રિવેદી
ઢોલ ઢબૂકે હસ્ત-કમળમાં !
જીવ ઝબૂકે એક વમળમાં !
પડઘા પૂછે જળની રાણી–
શું છે એવું નાભિ-જળમાં ?
તરવાની છે મસ્ત સપાટી
શું લેવાનું ઊંડા તળમાં ?
ઝેર કટોરા પચી જવાનાં -
કાં મોહી જા અમૃતફળમાં ?
કલ્કિને તું નહીં જન્માવે -
સમય ભળી જા તું વ્યન્ઢળમાં !!
—–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment