બેઠા ત્યાં સમાધિ છે —–દીપક ત્રિવેદી
બેઠા ત્યાં સમાધિ છે
જાગ્યાં તો ઉપાધિ છે
જીવનનાં કોઈ ખૂણેથી
અમને પ્રજ્ઞા લાધી છે
સુખના ધોરી મારગ પર
અશાંતિ પણ આધી છે
ઉલટાવી જો લાગણિયું
ક્યાં છૂટી ક્યાં બાધી છે
માગ નહિ આ મસ્તીને
મહા-મહેનતે સાધી છે
——દીપક ત્રિવેદી
બેઠા ત્યાં સમાધિ છે
જાગ્યાં તો ઉપાધિ છે
જીવનનાં કોઈ ખૂણેથી
અમને પ્રજ્ઞા લાધી છે
સુખના ધોરી મારગ પર
અશાંતિ પણ આધી છે
ઉલટાવી જો લાગણિયું
ક્યાં છૂટી ક્યાં બાધી છે
માગ નહિ આ મસ્તીને
મહા-મહેનતે સાધી છે
——દીપક ત્રિવેદી
No comments:
Post a Comment