તો વાત કર મને ——–દીપક ત્રિવેદી
મનમાં થયો વિચાર તો વાત કર મને
હોય જો આકાર તો વાત કર મને
ઘૂમે અલગ અલગ વિરાટ સૂક્ષ્મતમ–
પામી શકાય પાર તો વાત કર મને
હોય પણ ખરું ન હોય પણ ખરું –
સમજાય ફેરફાર તો વાત કર મને
વિશ્વ ની કથા કે પીંડની વ્યથા –
દેખાય જો આધાર તો વાત કર મને
મૌન કબીરા -નરસિંહ કે વિઠલ્લા –
ગાય જો મલ્હાર તો વાત કર મને !!!
———દીપક ત્રિવેદી
હોય જો આકાર તો વાત કર મને
ઘૂમે અલગ અલગ વિરાટ સૂક્ષ્મતમ–
પામી શકાય પાર તો વાત કર મને
હોય પણ ખરું ન હોય પણ ખરું –
સમજાય ફેરફાર તો વાત કર મને
વિશ્વ ની કથા કે પીંડની વ્યથા –
દેખાય જો આધાર તો વાત કર મને
મૌન કબીરા -નરસિંહ કે વિઠલ્લા –
ગાય જો મલ્હાર તો વાત કર મને !!!
———દીપક ત્રિવેદી
No comments:
Post a Comment