Thursday, January 3, 2013

આંખ અડાબીડ દરિયો———-દીપક ત્રિવેદી

આંખ અડાબીડ દરિયો———-દીપક ત્રિવેદી
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આ મારામાં સાંવરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આ રણઝણતા ઝાંઝરીયા ….
હેય અમે શ્વાસ માં ભરિયા –
ઈ મન સાગરમાં ભરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
જો ગમે એક-બે ઠુમરી….
ઈ બને અષાઢી ઘુમરી….
ઈ પર્ણોમાં મરમરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
ઈ મેઘ ધનુષી છાંયો ….
ઉર આકાશે પથરાયો ….
ઈ પડઘા માં પાથરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
——-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment