પરમ પામવું —-દીપક ત્રિવેદી
પરમ પામવું ક્યાં છે સહેલું ?
વધાવ જે કંઈ આવે વહેલું !!
વધાવ જે કંઈ આવે વહેલું !!
ઉઠાવ એને તીર કરીને -
તારામાં જે વસી રહેલું !!
તારામાં જે વસી રહેલું !!
તારો છાયો તારા માથે
સિદ્ધ ફકીરે એમ કહેલું !!
સિદ્ધ ફકીરે એમ કહેલું !!
તો તો તારું કામ થઇ ગ્યું
મન બને જો સમજણઘેલું
મન બને જો સમજણઘેલું
અંતરદીપ જો પ્રગટી જાશે
પછી નથી કંઈ છેલ્લું-પહેલું !!
પછી નથી કંઈ છેલ્લું-પહેલું !!
—-દીપક ત્રિવેદી
No comments:
Post a Comment