Thursday, January 3, 2013

ગધના શું કરવું છે ?———-દીપક ત્રિવેદી


ગધના શું કરવું છે ?———-દીપક ત્રિવેદી
પકડી તે તો હઠ ગધના શું કરવું છે ?
નીકળી હકડેઠઠ્ઠ ગધના શું કરવું છે ?
તું તો અક્કલહીણો કાંઈ બોલ હવે તો -
ઢાળીને બાજઠ ગધના શું કરવું છે ?
તે કીધું તો બાંધી લીધો રેત લઇને
નદીકિનારે મઠ ગધના શું કરવું છે ?
દિવસે તારું મૌન રાતના ખુલમખુલ્લા
સપના આવે લઠ્ઠ ગધના શું કરવું છે ?
સમ ખાવાયે અહિયાં ઉગ્યું નથી તણખલું
જીવતર સુક્કુંભઠ્ઠ ગધના શું કરવું છે ?
—-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment