Thursday, January 3, 2013

ગઝલ મારી મને ગમશે —-દીપક ત્રિવેદી


ગઝલ મારી મને ગમશે —-દીપક ત્રિવેદી
ગઝલ મારી મને ગમશે અને પંપાળવી ગમશે
ક્ષણોને શબ્દથી ભરચક કરી શણગારવી ગમશે
ઢળેલી રાતને પાછી તમે જો વાળવા ચાહો -
વીતેલી યાદને જળમાં ઝબોળી નાખવી ગમશે
ફૂલોમાં હોય છે તે ક્યાંય પણ હોતી નથી મિત્રો-
ભલા એ મહેંક મારામાં બધીયે ઢાળવી ગમશે !!
ઉઘાડે દિલ નહાતા હોય છે સપના અમારામાં –
ખરેખર એ જ કારણથી નદીને વાળવી ગમશે !
અમસ્તું ક્યાં મળે છે દીપને અજવાળવા જેવું
મળે જો મોત તો છેલ્લે કબર અજવાળવી ગમશે..!!
——-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment