દ્રશ્યોન્મિલિત-શબ્દાભિવ્યક્તિ——–દીપક ત્રિવેદી
જળમાં ડૂબી ગયા તે જળમાં રહી જવાનાં
રસ્તાઓ તો યથાવત કાંઠે વહી જવાનાં
રસ્તાઓ તો યથાવત કાંઠે વહી જવાનાં
આંબાની ડાળ હો કે આંખોમીંચામણી હો-
વડવાઇમાં લીખિતમ શૈશવ સહી જવાનાં
વડવાઇમાં લીખિતમ શૈશવ સહી જવાનાં
પથ્થરની પાંચ વેંતો ભરવા રહ્યા પ્રિયે ત્યાં-
સૌ પાળિયા કથિતમ પથ્થર રહી જવાનાં
સૌ પાળિયા કથિતમ પથ્થર રહી જવાનાં
દિગમ્બરી ક્ષણોને જો મખમલિત કરો તો-
મિથ્યા પ્રયત્ન સર્વમ દ્રશ્યો કહી જવાનાં
મિથ્યા પ્રયત્ન સર્વમ દ્રશ્યો કહી જવાનાં
પગલું પડે તો ઝીલું ઝલમલ થતા કિનારે-
જળમાં કશું ન પશ્યત પગલાં વહી જવાનાં
જળમાં કશું ન પશ્યત પગલાં વહી જવાનાં
—-દીપક ત્રિવેદી
No comments:
Post a Comment