બહુ કઠીન છે————-દીપક ત્રિવેદી
તડકામાં આરપાર થવું બહુ કઠીન છે
તારાથી ધારદાર થવું બહુ કઠીન છે
તારાથી ધારદાર થવું બહુ કઠીન છે
બહુબહુ તો મુઠ્ઠી એક ધાન દઈ શકીશ તું
કોઈ નો જીવન- આધાર થવું બહુ કઠીન છે
કોઈ નો જીવન- આધાર થવું બહુ કઠીન છે
ઋણાનુબંધ હોય છે બધા સંબંધમાં
સંબંધનું ધરાર થવું થવું બહુ કઠીન છે
સંબંધનું ધરાર થવું થવું બહુ કઠીન છે
એક પળ ખુશી મળે તો ઝુમવાના સહુ
કાયમનું સદાબહાર થવું બહુ કઠીન છે
કાયમનું સદાબહાર થવું બહુ કઠીન છે
બની શકે તો કોઈનો દીપક બની જજે
આ મેઘ ,આ મલ્હાર, થવું બહુ કઠીન છે
આ મેઘ ,આ મલ્હાર, થવું બહુ કઠીન છે
————-દીપક ત્રિવેદી
No comments:
Post a Comment