Thursday, January 3, 2013

એક અનોખો ખેલ રચાયો———દીપક ત્રિવેદી


એક અનોખો ખેલ રચાયો———દીપક ત્રિવેદી
એક અનોખો ખેલ રચાયો આસપાસ ને અંદર..
એમ છતાંયે ક્યાં સમજાયો આસપાસ ને અંદર ?
તળમાં શોધે ,સ્થળમાં શોધે, શોધે અડખે -પડખે ;
સકલ વિશ્વમાં એ સંતાયો આસપાસ ને અંદર !
બ્રહ્મ- સ્વરૂપે મળે જગતને, દશે- દિશામાં દીઠો -
ઋષિ -મુનિએ મહિમા ગાયો આસપાસ ને અંદર !
શું ઘૂંઘર? શું મોરપિચ્છ? શું મુરલી ?શું મટકી ?
ગોકુલ- વૃંદા નાચ નચાયો આસપાસ ને અંદર !
તારામાં છે ,મારામાં છે , આખા જગના ઈંડામાં છે -
સઘળામાં નખ- શિખ સમાયો આસપાસ ને અંદર!!!
—દીપક ત્રિવેદી

No comments:

Post a Comment