તું મથુરા ,તું જ કાશી——દીપક ત્રિવેદી
તું મથુરા ,તું જ કાશી
તું જ તારો છે પ્રવાસી !
જે ક્ષણોને ભોગવી, તેં-
એ જ તારા દાસ-દાસી !
ખુશ થવાનું સાવ સહેલું-
મૌનની ખોલો અગાસી !
જો સ્વીકારો હરક્ષણોને-
સુખ એ તો બારમાસી !
સત્ય શું છે શોધ' મા તું
ફેંક તારી તું ઉદાસી !
—દીપક ત્રિવેદી
No comments:
Post a Comment