શ્રાવણ ઝરમરિયો --------દીપક ત્રિવેદી
વાદળમાં ઝૂલે રે શ્રાવણ ઝરમરિયો !
ક્યાં જઈને ખૂલે રે શ્રાવણ ઝરમરિયો !
જાય અરીસામાંથી ઠેકી સોંસરવો--
કઈ પળો ભૂલે રે શ્રાવણ ઝરમરિયો !
વાત હજુયે ચોક-વચાળે ઘુમરાતી
નિજ- હળમાં શું.... લે રે શ્રાવણ ઝરમરિયો !
વાદળમાં ઝૂલે રે શ્રાવણ ઝરમરિયો !
ક્યાં જઈને ખૂલે રે શ્રાવણ ઝરમરિયો !
જાય અરીસામાંથી ઠેકી સોંસરવો--
કઈ પળો ભૂલે રે શ્રાવણ ઝરમરિયો !
વાત હજુયે ચોક-વચાળે ઘુમરાતી
નિજ- હળમાં શું.... લે રે શ્રાવણ ઝરમરિયો !
કોઈ પરીની પાંખ ઉપરનાં સુસવાટા
વા' જળમાં ફૂલે રે શ્રાવણ ઝરમરિયો !
એક નદીનાં કોતર- કાંઠે ઓચિંતો ---
ખળખળમાં છુ ...લે રે શ્રાવણ ઝરમરિયો !
---દીપક ત્રિવેદી
વા' જળમાં ફૂલે રે શ્રાવણ ઝરમરિયો !
એક નદીનાં કોતર- કાંઠે ઓચિંતો ---
ખળખળમાં છુ ...લે રે શ્રાવણ ઝરમરિયો !
---દીપક ત્રિવેદી