Thursday, January 3, 2013

બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!———દીપક ત્રિવેદી

બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!———દીપક ત્રિવેદી
પાદરકાંઠે એક નદી સુકાઈ જવાની ઘટના ઊંધેકાન્ધ બની ગઈ,બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!
લાગણિયુંમાં વીંટાળેલી સોળ વરસની પરિયું અંતર-ધ્યાન બની ગઈ ,બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!
થયો શ્વાસમાં કંપ , સુકાયા નીર, સુકાયા ક્ષીર, સુકાયા હીર,અચાનક કેવો ધરતીકંપ થયો રે…!!!
ડસે આંખમાં ડંખ, દિશાઓ ધુમ્માડે ઘેરાય , કશું ના કાગળિયે વંચાય ,સોંસરો ડંખ ગયો રે…!!!
ડૂસકાં પથારાવાની ક્ષણ તો ડાફું ભરતી, ઉછળીને બેભાન બની ગઈ,બાકી સબ-કુછ ભયો..ભયો..છે !!
પાદરકાંઠે એક નદી સુકાઈ જવાની ઘટના ઊંધેકાન્ધ બની ગઈ,બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!
તપ્ત રેત ના તળિયા ઉપર સાંઢણિયુ નહીં દોડે એવી લોકવાયકા બનશેએના ખંડગીતો તરફડશે !
આંગળિયું ના ટહુકાઓ કંકુ-ચોખા નહીં ચોડે એવી દાંતકથા સળવળશે,એના ઘાવ છાતીએ ભળશે !
દુર ક્ષિતિજે ટોળામાંથી હરિયાળી છૂટીને કોઈની બાન બની ગઈ,બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!
પાદરકાંઠે એક નદી સુકાઈ જવાની ઘટના ઊંધેકાન્ધ બની ગઈ,બાકી સબ-કુછ ભયો… ભયો… છે !!
———દીપક ત્રિવેદી

No comments:

Post a Comment