Thursday, January 3, 2013

તારાપણું મારાપણું —દીપક ત્રિવેદી


તારાપણું મારાપણું —દીપક ત્રિવેદી
તારાપણું મારાપણું
છે બધું ખારાપણું !
પાંચમાં ખૂંચે પછી -
થાય છે ગારાંપણું !
અંત ટાણે સૃષ્ટિમાં -
પૂજાય છે સારાંપણું !
છે ઉપરનું કોચલું -
ધોરાંપણું કારાંપણું !
પાડ નોખું જાતથી -
જીવ ! અંધારાપણું !
જ્ઞાનનાં આકાશમાં -
શેષ છે નકરાપણું !
ફૂલથી કાપી શકો -
નિજનું પથરાંપણું !
–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment