Thursday, January 3, 2013

પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ—-દીપક ત્રિવેદી


પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ—-દીપક ત્રિવેદી 
પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ
તમે મુકતા જાતા એમાં થોડેરો ઉન્માદ !!
વાદળછાયાં ગામ-શેરિયું અને મલકતાં ચહેરાનો રઘવાટ
પવન પંડમાં પહેરી ઉભા પછી ઉંબરે ઝૂલે હિંડોળા-ખાંટ…
ઝીર્ણ-શીર્ણ તરસ્યુંને કરતો બાદ
નહીં ઉઘડતા ફૂલોમાં પણ કલરવભીનો વાદ…
ઘૂંટી ઘૂંટીને પાઈ દીધા છે અલકમલકનાં અજવાળાં બેફામ
જાણે માથે હાથ મુકવા અહીં આવતા દોડીને ઘનશ્યામ !!
અંગ-અંગની તૂટી ગઈ મરજાદ
પછી મહેકતાં ફૂલોમાં પણ પડઘાઓ દે સાદ !!
———દીપક ત્રિવેદી

No comments:

Post a Comment