Thursday, January 3, 2013

અધિકાર કોનો ?——દીપક ત્રિવેદી


અધિકાર કોનો ?——દીપક ત્રિવેદી
કહો સ્થળ કે જળમાં અધિકાર કોનો ?
વહેતાં વમળમાં અધિકાર કોનો ?
ક્ષણોને ઉઘાડી ન મૂકો ન ચીરો -
સમયના પડળમાં અધિકાર કોનો ?
પીવું છે હળાહળ ને તકલીફ પડશે -
એ નીલવર્ણ છળમાં અધિકાર કોનો ?
ઉછાળો ન સિક્કો મને બાતમી છે
ઉઘડતાં કમળમાં અધિકાર કોનો ?
નીચોવી શકાતું નથી આભ આખું
કહોને સકળમાં અધિકાર કોનો ?
——દીપક ત્રિવેદી

No comments:

Post a Comment