Thursday, January 3, 2013

પછી વારતા માંડું ——-દીપક ત્રિવેદી

પછી વારતા માંડું ——-દીપક ત્રિવેદી

સપનાઓનું હરિયાળું વન ઉજ્જડ ટીંબો થાય અને આંખમાં એક ઝાટકે અંધારા રેલાય પછી વારતા માંડું

મોભારાંના પાણી ધીરે ધીરે પોરો ખાય અને ઘૂઘવતાં પાંચ ભયાનક પૂર ઓસરી જાય પછી વારતા માંડું

લથબથ ડામરથી ભીંજાતો રસ્તો જો તરડાય અને પછી ખચાખચ તિરાડોમાં હિમશીલા પુરાય તો તો આવી બન્યું ,

તડાક દેતો ભીંત ઉપરનો ફોટો તૂટે હાય ! ફરીથી ઝીણી કાચ-કરચ સપનામાં ઊંડે ઊંડે જાય તો તો આવી બન્યું

ચોક વાચાળે લોઢ ઊછળતો દરિયો હેઠો જાય અને કિનારા-કાંઠા-હોડી અધમુવા વરતાય પછી વારતા માંડું

સપનાઓનું હરિયાળું વન ઉજ્જડ ટીંબો થાય અને આંખમાં એક ઝાટકે અંધારા રેલાય પછી વારતા માંડું

સાચો ખોટો દાવ દૂધિયો હોય જીવનનો તોય ડૂસકાં-ડચકાં લેતું જીવવું રે ભૈ જીવવું સાઠ દિવાળી

કો’ક દિવસ તો કલરવને તડકે મૂકીને રાત-દિવસ આંસુના પડખે જીવવું રે ભૈ જીવવું ઘટના બાળી

છડેચોક ઘટનાભીનાં સંબંધ ઊભા ચીરાય અને મરેલાં સુરજ ઉપર ઢાકો-ઢુંબો થાય પછી વારતા માંડું

સપનાઓનું હરિયાળું વન ઉજ્જડ ટીંબો થાય અને આંખમાં એક ઝાટકે અંધારા રેલાય પછી વારતા માંડું

——-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment