મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા'લાજી ---------દીપક ત્રિવેદી
મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય ....
ફૂલપદમણી જેવી છોરી જોઈ જોઈ મલકાય .. !
અરધે - કાંઠે લપસી પડતાં બોલે ' મેડમ સોરી ' !
' થેન્કયૂ , મેન્શન નોટ ' કહીને રણકે મુંબઈ ગોરી !
ચશ્મા પહેરી દરિયામાં વ્હાલાજી ગીતો ગાય !
મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય ....
ક્યાં મળશે જળનદી અમોને ક્યાં મળશે પગથાર ?
ઝુંપડપટ્ટીમાં જોયેલાં સપના પારાવાર .....!
જળવત જીવી જાવામાં વ્હાલાજી વરસી જાય !!
મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય ....
------------------દીપક ત્રિવેદી