Monday, February 4, 2013

પીઠી ચોળી નજર ————દીપક ત્રિવેદી

પીઠી ચોળી નજર ————દીપક ત્રિવેદી

એક છોકરી મારી સામે જોતી જોતી ગલગોટો થઇ જાતી ….. હરખે , ગલગોટો થઇ જાતી !
ચશ્માને વીંધીને જોયું મેં તો તિર્યક ફરફોલો થઇ જાતી …… બોલો ફરફોલો થઇ જાતી !

તૂટક – તૂટક નજરું સાંધી આંગળિયું ફેરવતી ……તો યે નજરું તૂટી જાતી !!
અડખેપડખેના માણસનું ધ્યાન જરા ચૂકવતી ……. તો યે કૂંપળ ફૂટી જાતી !!

મલ્લકનું અંધારું અડધી આંખે આંજી જોતી ….ચાંદલિયો થઇ જાતી ….આભે ,ચાંદલિયો થઇ જાતી .

અધમણ આંજણ આંખે ઝીલી તબડક ….. તબડક જોતો …. આડો તડકો અંતરિયાળ !
હાથે ઢોલ – નગારાં વાગે …. શ્વાસે શરણાયું સંઘરતી ….. આડો તડકો અંતરયાળ !

ઝીલણ અનરધારી આંખ ધ્રુસક રોતી રોતી …પરપોટો થઇ જાતી …ચોખ્ખો , પરપોટો થઇ જાતી,
એક છોકરી મારી સામે જોતી જોતી ગલગોટો થઇ જાતી ….. હરખે , ગલગોટો થઇ જાતી !

—————દીપક ત્રિવેદી

No comments:

Post a Comment