Tuesday, February 12, 2013

તંબૂરો + ટપુભગત = વિષકન્યા --------- દીપક ત્રિવેદી


તંબૂરો + ટપુભગત = વિષકન્યા --------- દીપક ત્રિવેદી

 ટપુભગતને    તંબૂરાનો    શોખ    ભયંકર    લાગ્યો  !

પડઘો  પડશે  તો  કહેશે   કે  અવાજ   આવ્યો   ગેબી !
સપનામાં  પણ   છળી   ઊઠશે   જોતાં   એક  જલેબી !!

 ટપુભગતનો    જીવ   અભાગી   રહી  રહીને    જાગ્યો !
ટપુભગતને     તંબૂરાનો      શોખ    ભયંકર     લાગ્યો !

દરિયો    તરવા   ટપુ  ભગત   તંબૂરો   હા ' રે  લેશે....
' તું   હી    મેરા   જીવનસાથી '  તંબૂરાને     કે ' શે ....

આમ    છતાંયે   ટપુભગતને     જીવતરકાંઠો    વાગ્યો !
ટપુભગતને     તંબૂરાનો     શોખ     ભયંકર    લાગ્યો  !

વિષકન્યાએ     ટપુભગતને    ચોક    વચાળે    પીધાં ....!
આટઆટલું     થયું    છતાંયે     ગોકીરા    ના    કીધાં .....!

વિષકન્યામાં     લીન     ટપુએ     તંબૂરો   ના  માંગ્યો  .....!
ટપુભગતને    વિષકન્યાનો     રંગ     ખરેખર   લાગ્યો  !!

-------------દીપક ત્રિવેદી



 

No comments:

Post a Comment