ઝમકું ડોશીને અને સપનાઓ ---દીપક ત્રિવેદી
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?
ઝમકું ડોશી એમ ભણે કે પરિયું જેવા લાગે !
સપનાને ઉલાળો તો સપના થૈ જાતા વાદળ !
આંગળિયુંમાં બાંધો તો ભૈ સપના કંકુકાગળ !
સપનાનું ચાંદરડું લેવા ઝમકું ડોશી ભાગે !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?
સપનાને પંપાળો તો સપનાને ઉગે મૂછો !!
મારા રોયા ! સપના વિશે કાંય મને ના પૂછો !
નીંદરમાંથી ઉઠી સપના દરિયો પીવા માગે !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?
--------------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment