Saturday, February 23, 2013

મેળો ------------ દીપક ત્રિવેદી

મેળો  ------------  દીપક ત્રિવેદી

હૈયે -  હૈયું   દળાય   છે .... હાલ ..... હાલ ..... હાલ ....
મનખ  મેળો  ભરાય છે .... હાલ ..... હાલ ..... હાલ ....
        ચકડોળે    ચડ્યાં   કે  ચડ્યાં    આકાશમાં  ....  
        ઈચ્છાના  ગુબ્બારાં  છોડ્યા  કંઈ  આશમાં .....
વા ' માલીપા  વાય  છે .... હાલ ..... હાલ ..... હાલ ....
હૈયે -  હૈયું   દળાય   છે .... હાલ ..... હાલ ..... હાલ ....
        કોઈ  પકડે  કરતાલ ,  કોઈ  બેસુરાં   તાલ ....
        કોઈ  નમણીનાં  ગાલ  પરે  ઢોળે  છે વ્હાલ ....
કોઈ  છલછલ  છલકાય  છે .... હાલ ..... હાલ ..... હાલ ....
હૈયે -  હૈયું     દળાય     છે .... હાલ ..... હાલ ..... હાલ ....
        આભલાઓ    પહેરી    ગજગામિની   જાય ....
        કાચના     અરીસાઓ     જાણે     શરમાય .....
આખું   મલ્લક  મલકાય  છે  .... હાલ ..... હાલ ..... હાલ ....
મનખ    મેળો    ભરાય   છે .... હાલ ..... હાલ ..... હાલ ....

-----------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment