દર્દ મળે તો ઘૂંટો ————–દીપક ત્રિવેદી
— જીવનમાં એવું ઘૂંટો ….
— જીવન આખું બની જાય ચંદનવન ……
લાગ મળે તો લૂંટો …..
– સાંજ મજાની લૂંટો …….
— કે સઘળા શ્વાસો થઇ જાશે વૃંદાવન ……..
અચરજના હીંડોળે ઝૂલી ઝટપટ દોડી જાય
શું છે એવું જીવનમાં કે જીવવાનું મન થાય ?
વાદળ માફક તૂટો …..
– અનરાધારે તૂટો
— કે ધરતીના કણકણમાં થાતું ગુંજન ……..
દર્દ મળે તો ઘૂંટો …..
– જીવનમાં એવું ઘૂંટો ……
– કે જીવન આખું બની જાય ચંદનવન ……..
દરિયા વચ્ચે પડતું મેલી શું પામો છો એમાં ?
ટહૂકાની ભાષાના અક્ષર આડાઅવળાં જેમાં !
ફૂલ બગીચે ચૂંટો ……
– મોજ પડે તો ચૂંટો …….
— કે પાંખોમાં ઓગાળી નાખો તનમન ……
દર્દ મળે તો ઘૂંટો ……
– જીવનમાં એવું ઘૂંટો ………
– કે જીવન આખું બની જાય ચંદનવન …….
————————- દીપક ત્રિવેદી
No comments:
Post a Comment