સપનાપુરાણ--------------દીપક ત્રિવેદી
ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ !
મને શૂટ - બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ !
એક ઘોડાનું સપનું મહેંદીલા હાથેથી ઊડ્યું !
માંડ માંડ કેડેથી ઝાલી પાછું એને ગુડ્યું !
મારા હાળા ! સપનાં છીંડુ દેખી કરતા ઘુસ !
સપનાં હુડૂડૂડૂહુસ !!
ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ !
વળી એક ઊંધામણના સપનાને પાંખો ફૂટી !
જંતરમંતર હું બોલ્યો ને ગધની પાંખો તૂટી !
મને આંટતા સપના લઘરાંવઘરાં મખ્ખીચુસ !
સપનાં હુડૂડૂડૂહુસ !!
મને શૂટ - બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ !
ઊભી પૂછડીએ દરવાજેથી ઊભી પૂછડીએ ભાગ્યો ....
ખૂણિયા સપનાઓનો ખાંચો અંગૂઠામાં વાગ્યો .....
મને દોડતો જોઈ - ને - સપનાં બંધબારણે ખુશ !
સપનાં હુડૂડૂડૂહુસ !!
ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ !
---------------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment