Monday, February 18, 2013

તારી આંખમાં જોયેલ ચોમાસાનું ગીત --દીપક ત્રિવેદી

તારી  આંખમાં જોયેલ ચોમાસાનું ગીત --દીપક ત્રિવેદી

હાય   રે ! તારી   આંખમાં   મોતીસેર !
હાય   રે ! હું   તો   દોડતો  ઝડપભેર !

અલપઝલપ    વીંઝતો    જાતો .....વીંધતો    જાતો .....
           સપનાઓનાં .....   ઘટનાઓનાં    ઝાંઝરિયાળા    દેશ  .......!
અલકમલક    પૂછવા   દોડું  ..... ભાગવા   દોડું ....
             જાણે    ઉડી     આંખમાં    વાગે     પદમણીનો    વેશ .....!

હાય   રે !  આખા   ચોકમાં  વેરવિખેર !
હાય   રે !  હું   તો   દોડતો   ઝડપભેર !

હાલકડોલક     છાલક    વાગી  ...... આંખમાં  વાગી  ......
            આંખ   વચ્ચેના   ગામમાં   વાગી .... ગામના   લોકો  ગુમ !
લટકમટક     નદિયું      ડોલી ....     ચૂડલી      બોલી  ....
            ઘાસ     વચ્ચાળે    આભ    વચ્ચાળે  .... થાય  રે  બૂમાબૂમ !

હાય   રે !  ચટક   ચડતું    ઝામણઝેર !
હાય   રે !    હું  તો  દોડતો  ઝડપભેર !

-----------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment