Monday, February 4, 2013

સોનપરિન્દા પાછળ એક રાજકુમારનો વિલાપ ———દીપક ત્રિવેદી

સોનપરિન્દા પાછળ એક રાજકુમારનો વિલાપ ———દીપક ત્રિવેદી

સોનહિંડોળે હીંચકતો કોઈ સોળ વરસનો કુંવર બોલે …સોનપરિન્દા સોનપરિન્દા સોનપરિન્દા નામ ….
રાજા – રાણી સમજાવે કે સોનપરિન્દા નામે પંખી ઊડી ગયું આકાશ … કુંવર પાછું ક્યાંથી આવે ?

કુંવર સમજે – બમજે કંઈ નહીં હાથ ઉછાળે પગ ઉછાળે સપનામાં પણ સોનપરિન્દા લાવે !!
બાગ – બગીચા ફૂલ – ઝાડ – ફુવારાં વચ્ચે કુંવર બોલે …સોનપરિન્દા સોનપરિન્દા સોનપરિન્દા ગામ …
સોળ વરસનો કુંવર બોલે સોનપરિન્દા નામ …!

ઢંઢેરો પિટાયો ગામે – ગામ શેરીએ શેરી આવો …. રાજકુંવરનો સબ્બાકો ઉતારો !
સુપડાધારે વરસીને સુકલકડી થતા વાદળને રે ……….એક ઝાટકે ઠારો !
ગામ – નદી કે ઝરણાંકાંઠે, પાદર – વડલે, કુંવર બોલે ….સોનપરિન્દા …સોનપરિન્દા …સોનપરિન્દા નામ ?
સોળવરસનો કુંવર બોલે સોનપરિન્દા નામ !

સોનહિંડોળે હીંચકતો કોઈ સોળ વરસનો કુંવર બોલે ….. .સોનપરિન્દા સોનપરિન્દા સોનપરિન્દા નામ …
સોળ વરસનો કુંવર બોલે સોનપરિન્દા નામ …

————–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment