ગધના પાસે ગધની બેઠી —————-દીપક ત્રિવેદી
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા !
ગધનો પણ બેઠો છે એવો શ્રાવણ – ભાદર ઝીલવા !
ગધનો પૂછે ગધનીને આ સાત સમંદર પાર …
હોડી નૈ, હલ્લેસું નૈ, બસ તું અમને ઉતાર …
ગધનો ખોલે પ્રેમગઠરિયાં ગધની માંડે હીલવા !
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા !
ગધનો ઝીંકે આડાઅવળી પ્રેમ-બ્રેમની વાત !
ગધની જાણે બનતી જાતી મેઘધનુષી જાત !
કોઈ દિવસ આજે ગધની માંડી સપના છીલવા …
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા …
—————-દીપક ત્રિવેદી
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા !
ગધનો પણ બેઠો છે એવો શ્રાવણ – ભાદર ઝીલવા !
ગધનો પૂછે ગધનીને આ સાત સમંદર પાર …
હોડી નૈ, હલ્લેસું નૈ, બસ તું અમને ઉતાર …
ગધનો ખોલે પ્રેમગઠરિયાં ગધની માંડે હીલવા !
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા !
ગધનો ઝીંકે આડાઅવળી પ્રેમ-બ્રેમની વાત !
ગધની જાણે બનતી જાતી મેઘધનુષી જાત !
કોઈ દિવસ આજે ગધની માંડી સપના છીલવા …
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા …
—————-દીપક ત્રિવેદી
No comments:
Post a Comment