Monday, February 4, 2013

બગાસાચતુષ્ટય ————–દીપક ત્રિવેદી

બગાસાચતુષ્ટય ————–દીપક ત્રિવેદી
ગધનો બગાસાનો ભારે શોખીન,
એક પછી એક ખાય એવા બગાસા કે અલકાપુરીમાં જઈ દોડે .
પહેલા બગાસે હેમ-હિંડોળા આવ્યા,
મુઠી એક ચોખા લઈ એને વધાવ્યા ..
ગધનો બગાસામાં ભારે તલ્લીન,
એક પછી એક ખાય એવા પતાસા (કે) સમખાવા મુખ ન મરોડે !
બીજા બગાસે તો મેનકા પલાણી,
થઇ જવું ઈચ્છાનું લાલઘુમ રાણી ….
ગધનો બગાસાનો ભારે આધિન,
એક પછી એક ખાય એવા દિલાસા (કે) પરપોટા જેવું યે ફોડે !
ત્રીજા બગાસે તો વાણી વછૂટી,
કારુણ્યમૂર્તિની વીજળી ઝબૂકી !
ગધનો બગાસામાં ભારે ગમગીન,
એક પછી એક ખાય જીવતરના જાસા (તો ય) જીવતરને ઝાલે ન છોડે .
ચોથા બગાસે બધુ મૂકી દેવાશે,
અમૃત બસ અમૃત બસ અમૃત થઇ જાશે !
ગધનો બગાસામાં ભારે લયલીન,
એક પછી એક ખાય ઊંડાં નિસાસા (કે) ઈચ્છાનાં ગુંબજને તોડે .
ગધનો બગાસમાં થઇ જાશે લીન,
કોઈ પછી કોઈ રહે એવું બગાસું કે ગધનાની રહેશે ના જોડ ….
————–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment