Thursday, February 28, 2013

મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા'લાજી ---દીપક ત્રિવેદી


મુંબઈનગરીમાં  ભૂલા પડેલા વા'લાજી  ---------દીપક ત્રિવેદી

મુંબઈ   નામે   નગરીમાં   વ્હાલાજી   ઝોલાં   ખાય ....
ફૂલપદમણી   જેવી   છોરી   જોઈ  જોઈ  મલકાય .. !

અરધે - કાંઠે  લપસી  પડતાં  બોલે  ' મેડમ સોરી '   !
' થેન્કયૂ , મેન્શન નોટ '  કહીને  રણકે  મુંબઈ ગોરી   !

ચશ્મા   પહેરી   દરિયામાં    વ્હાલાજી   ગીતો  ગાય  !
મુંબઈ   નામે   નગરીમાં   વ્હાલાજી   ઝોલાં   ખાય ....

ક્યાં મળશે  જળનદી  અમોને  ક્યાં  મળશે  પગથાર ?
ઝુંપડપટ્ટીમાં     જોયેલાં      સપના     પારાવાર .....!

જળવત   જીવી   જાવામાં  વ્હાલાજી  વરસી   જાય  !!
મુંબઈ   નામે   નગરીમાં   વ્હાલાજી   ઝોલાં   ખાય ....

------------------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment