હું હરખપદુડી છોરી ....! ------દીપક ત્રિવેદી
હું હરખપદુડી છોરી ....!
હું ઝાલું રેશમ - દોરી ....!
હું આંખે આંજુ તમને ....
હું શું પૂછું સાજનને ....?
હું પરથમથી કટ્ટકોરી !
હું હરખપદુડી છોરી !
ઈ તડકેથી સંચરવું ;
ઈ આંખોમાં જળ ભરવું ...
હું ગુલમહોરોમાં મ્હોરી !
હું હરખપદુડી છોરી ....!
આ શ્વાસ કિંયા પાથરવા ?
આ અશ્રુઓ ક્યાં ધરવા ?
હું હરખુડી નસ - ધોરી !
હું હરખપદુડી છોરી !!
------------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment