ઉજાગરા + વાયરા = અશ્રુવન -------દીપક ત્રિવેદી
આંખોમાં લઈને ઉજાગરા
ભટકે છે શ્વાસો બહાવરા
કહી દો તો ખોબલિયે દેશું અરમાનો
-- ને કહેશો તો આંખોનાં વન
મોરપિચ્છ આવે તો ટહૂકા પથરાશે
-- ને સાથિયાઓ પૂરશે કવન ....
અમથા ન થાઓ કઈ આકરા
આંખોમાં લઈને ઉજાગરા ...
માગો તો મો ' લાતું આપી યે દઈએ
-- ને આપીએ અમારા રીસામણાં !
તમને રીઝવવા તો , ગોકુળના ગિરધારી
-- રાખ્યા છે દિવસો સોહામણાં !
ફુંકાશે રોમ - રોમ વાયરા !
આંખોમાં લઈને ઉજાગરા !
----------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment