Friday, March 29, 2013

મારી આંગળીનો નખ --------દીપક ત્રિવેદી


મારી  આંગળીનો  નખ --------દીપક ત્રિવેદી

મને   કાયમી   નડે   છે   મારી   આંગળીનો  નખ !
નથી   ઘોળાતું    એટલે    આ   જીવતરનું    વખ  !

રેશમી  અડપલાંમાં  નખ    નડી   જાય   ભૈ ......  ભારે કઠણાઈ .....
આવેલું   સપનું    હળવેક    ખડી  જાય   ભૈ ......  ભારે કઠણાઈ .....

રહે    કડેધડે    આંગળીનો   નખ   એ   જ   દખ ....!!
મને   કાયમી   નડે   છે   મારી   આંગળીનો  નખ !

શબ્દોને     લખવામાં  ખાંચ - ખુંચ   થાય ..... ભાઇ   કરવું   શું ?
છેલ્લે   આ   નખ   એનું   કામ   કરી જાય .... ભાઇ   કરવું   શું ?

નખની  આ  ઘટનામાં  ખોવાયો  અવતાર  મનખ ...
નથી   ઘોળાતું    એટલે    આ   જીવતરનું    વખ  !

-------------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment