Friday, March 15, 2013

કાવ્યસુંદરીને પ્રશ્ન ------દીપક ત્રિવેદી


કાવ્યસુંદરીને  પ્રશ્ન ------દીપક ત્રિવેદી

કહો સુંદરી  !  ક્યાં  લગ   જાવું  ?
ભીતર ... કાંઠે .. જલવત  થાવું  !

                  સામે   છેડે   શબ્દ   મુલાયમ
                  ઊઘડે  મોતી  માફક  વાલમ ....

ઝળહળ   થાવું    ને   મલકાવું  !
કહો સુંદરી  !  ક્યાં  લગ   જાવું  !!

                  વૃન્દાવનના   તવ   ઝાંઝરીયા
                  જાણે     ઘૂઘવતા    સમદરિયા ...

ખળખળતું  થઇ  ક્યાં વહી જાવું  ?
કહો સુંદરી  !  ક્યાં  લગ   જાવું  ?

---------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment