લાવ ચીતરું હથેળીમાં .... ---------દીપક ત્રિવેદી
લાવ , ચીતરું હથેળીમાં દરિયો ...
એક દરિયો , જે મારામાં ભરિયો ...
એક મોજામાં નામ - સરનામું લખીશ ;
રેત - કાંઠાનું ગામ પરબારું લખીશ ....
અંગ - અંગના મરોડે પાથરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો ...
છીપ, મોતી, પરવાળાં, હલ્લેસું, હોડી ...
આવ , કાંઠાના બંધનને સઘળાં તરછોડી ..
છેક નભમાંથી ઘરમાં ઊતરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો ...
જળ ઊછળે તો છાલકને ઝીલી લઈશ
તારા દોમ - દોમ વ્હાલપમાં ગાંડી થઈશ
સાવ ઘરના ઉંબરમાં સાંભરિયો ....
એક દરિયો , જે મારામાં ભરિયો ...
લાવ , ચીતરું હથેળીમાં દરિયો ...
એક દરિયો , જે મારામાં ભરિયો ...
---------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment