Friday, March 29, 2013

મોળાવ્રત ( મોરકત ) રે ' તી છોકરીનું ગીત --------દીપક ત્રિવેદી

મોળાવ્રત    ( મોરકત ) રે ' તી  છોકરીનું  ગીત --------દીપક ત્રિવેદી 

ગોરમાનો    વર    કેસરિયો   રે   રંગે   રમવા   જાય ...
આગળપાછળ     પુતળિયું      રે   હાલકડોલક થાય ...

માંડ   જવેરા   વાવ્યા   એના  વાંભ - વાંભના  કોંટા ... 
પછી સરોવરના  કાંઠા  પર વરસ્યા      ગુલાબગોટા ...

ગોરમાનો   વર   વાંકડિયો    રે   ઝોલાં    એવાં  ખાય ... 
આગળપાછળ     પુતળિયું      રે   હાલક  ડોલક થાય .....

પહેરેલા      ઘરચોળે    સૈયર    ચાંદલિયાની     ભાત !
હું    ખેડૂની    છોરી     રે   ના    સમજી    એક્કે   વાત !

ગોરમાનો   વર    નાવલિયો    રે  ચણોઠડીની    ઝાંય ...
આગળપાછળ     પુતળિયું      રે      હાલકડોલક થાય .....

------------દીપક ત્રિવેદી 

No comments:

Post a Comment