ચુંદડી ભીંજાણી નૈ ----------------દીપક ત્રિવેદી
ચુંદડી ભીંજાણી નૈ ......
ગગરિયા છલકાણી નૈ .....
નજરની સોંસરવા જઈ
નજરિયા મંડાણી નૈ ....
ઊઘડતો શ્રાવણ કોરો .... ધૂળની ડમરી ઉડે !
ઘૂંઘરું પાસે ઝુકી ... ભ્રમરની પંખો બૂડે !
નદીનાં રેતલ કાંઠે
હજૂ હું મુંઝાણી નૈ ....
ચુંદડી ભીંજાણી નૈ ......
ગગરિયા છલકાણી નૈ .....
દેહના ગુંબજ ઉપર .... નથી ખાબકતી હેલી .....
શરમ કે સાચુકલાં પણ નથી વીંટળાતી વેલી !
હરખને પડખામાં લઇ
મુઈ હું હરખાણી નૈ ....
ચુંદડી ભીંજાણી નૈ ......
ગગરિયા છલકાણી નૈ......
----------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment