Thursday, March 14, 2013

તમે - અમે ------------દીપક ત્રિવેદી


તમે - અમે ------------દીપક ત્રિવેદી

તમે   તો   શ્યામ   રંગનું  વાદળ !
અમે  તો   ઝાંઝર   હાંફળ - ફાંફળ !

તમે   તો  ઘટઘટમાં    ભરિયા  દરિયા   રે   સાંવરિયા
અમે  તો   ખાલીખમ  પનઘટ  ગગરિયા રે   સાંવરિયા

તમે   તો  કમળપત્ર  પર  ઝાકળ !
અમે   તો  વપરાયેલી   બે -- પળ !

તમે   તો     પલપલમાં    મુરલી   અરધી  રે  પાતળિયા ....
અમે   તો     ઘુઘરિયું       અરધી -- પારધી રે પાતળિયા ....

તમે    તો  મોરપીચ્છમાં  ખળખળ !
અમે   તો   આંખોમાં     યમુનાજળ !!

-----------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment