મારી આંગળીનો નખ --------દીપક ત્રિવેદી
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ !
રેશમી અડપલાંમાં નખ નડી જાય ભૈ ...... ભારે કઠણાઈ .....
આવેલું સપનું હળવેક ખડી જાય ભૈ ...... ભારે કઠણાઈ .....
રહે કડેધડે આંગળીનો નખ એ જ દખ ....!!
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
શબ્દોને લખવામાં ખાંચ - ખુંચ થાય ..... ભાઇ કરવું શું ?
છેલ્લે આ નખ એનું કામ કરી જાય .... ભાઇ કરવું શું ?
નખની આ ઘટનામાં ખોવાયો અવતાર મનખ ...
નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ !
-------------દીપક ત્રિવેદી