ઇન્ગ્રેચીમાં કરજો -----------દીપક ત્રિવેદી
ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજૂમો !
ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો !
ઇન્ગ્રેચીમાં ડૂસકાં ન ફાવે તો રે ' વા દેજો ...
ગુજરાતીમાં ઈ અક્ષરને સાત સલામી દેજો !
સપનાં ટોળા - મોઢે રેતીમાં છે ચૂમો - ચૂમો !
ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો !
ઇન્ગ્રેચીમાં આંસુ ટીઅરગેસ થઈને નડશે !
ગુજરાતીમાં આંસુ ઝાકળ - ધુમ્મસ થઇ નીતરશે !
રસ્તો - બસ્તો ગુમ થાય તો કેડી - કેડી ઘૂમો !
ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજુમો !
-----------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment