શ્યામ + મોરપીચ્છ = ગોપી ——–દીપક ત્રિવેદી
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
શ્યામ ! તમે કાગળિયો ખોલો હું વાંચું !
શ્યામ ! તમે કાગળિયો ખોલો હું વાંચું !
ઓચિંતા ડાળ એક ઝૂલી રે સંગલાલ
ગુલમ્હોરી સપનાઓ વાગ્યા …..
ભીતરમાં પાંદડિયું ખુલી રે સંગલાલ
છલ – છલ કસુંબાઓ માગ્યા …..
ગુલમ્હોરી સપનાઓ વાગ્યા …..
ભીતરમાં પાંદડિયું ખુલી રે સંગલાલ
છલ – છલ કસુંબાઓ માગ્યા …..
શ્યામ ! તમે મોરપીચ્છ ખોંસો ઈ સાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
આંગણમાં વેરાણા મોતી ઓ મણીયારા
મોતીડે મોતીડે ધબકારાં ……!
ધબકારાં કેમ કરી વીણું ઓ મણીયારા
ધબકારાં આંખ્યુંના પલકારાં ……!
મોતીડે મોતીડે ધબકારાં ……!
ધબકારાં કેમ કરી વીણું ઓ મણીયારા
ધબકારાં આંખ્યુંના પલકારાં ……!
શ્યામ ! તમે બોલો નહિ તો બધું કાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
———-દીપક ત્રિવેદી
No comments:
Post a Comment