આત્મવિલોપન ———–દીપક ત્રિવેદી
તમે દીવાને નાખો છો વીંજણો !
રહો કાચમાં-ને- વીંજો છો ગોફ્ણો !!
ગુલાબી અફવાને હાથમાં લઇ ….
કચડો છો ખુશ્બૂને બાથમાં લઇ ….
તમે વીંધો તે મનખો તો આપણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
એક પીડાના ઉજરડાં એવા પડ્યા …
ડગલા માંડ્યા તો મારગમાં નડ્યા …
પાળ્યો ઈચ્છાનો અજગર અળખામણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
થાક ઉતારી કૂવાનાં કાંઠે બેઠાં …
બધા આયુધો ઉતારી મુક્યા હેઠાં …
તમે આપ્યો છે ચાંદો લોભામણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
———–દીપક ત્રિવેદી
તમે દીવાને નાખો છો વીંજણો !
રહો કાચમાં-ને- વીંજો છો ગોફ્ણો !!
ગુલાબી અફવાને હાથમાં લઇ ….
કચડો છો ખુશ્બૂને બાથમાં લઇ ….
તમે વીંધો તે મનખો તો આપણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
એક પીડાના ઉજરડાં એવા પડ્યા …
ડગલા માંડ્યા તો મારગમાં નડ્યા …
પાળ્યો ઈચ્છાનો અજગર અળખામણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
થાક ઉતારી કૂવાનાં કાંઠે બેઠાં …
બધા આયુધો ઉતારી મુક્યા હેઠાં …
તમે આપ્યો છે ચાંદો લોભામણો !
તમે દીવાને નાખો છો વીંજણો !!
———–દીપક ત્રિવેદી
No comments:
Post a Comment