Thursday, January 3, 2013

પડઘો સવા લાખનો———-દીપક ત્રિવેદી


પડઘો સવા લાખનો———-દીપક ત્રિવેદી 
 
એક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
વાયરે પુગી આવતો તડકો સવા લાખનો  ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
 
પગમાં પવન પાવડી પહેરી લીધી આશમાં …ક્યાંક ઊડું રે ….ક્યાંક ઊડું ….!
મન તો સોનલ-માછલી  તરવા લાગી શ્વાસમાં.. કેમ બુડું રે….. કેમ બુડું …? 
 
અમથો પડી ભાગતો ફડકો   સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
એક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
 
સપનાનું જળ શામળું  ગઢમાં ઘૂસી આવતું …છલછલે    રે…. છલછલે    !
છલનાનું છળ પાતળું પગલાં ભૂંસી નાખતું …છલછલે    રે…. છલછલે    !
 
કોઈના માટે ઝૂરતો મનખો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
એક રે ગગન ગુંજતો પડઘો સવા, લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
 

No comments:

Post a Comment