ધત્ ત્તેરીકી !!—–દીપક ત્રિવેદી
શ્વાસ ધડોધડ ફૂટે ઝરમર ધત્ ત્તેરીકી !!
અંIખ અડોઅડ મેઘાડમ્મર ધત્ ત્તેરીકી!!
પીળાં પચરક કેશુડાના છાંટા છલ્લક-
અલ્લપ-ઝલ્લપ ટહુકે અંબર ધત્ ત્તેરીકી!!
ટેકરીઓના ઘાસ પાંદડા પીધા તકધીન્-
આવે કાચે કાચાં તમ્મર ધત્ ત્તેરીકી !!
પીધાં રે ગુલમહોર ટેરવે અડિયો-દડિયો-
ઊંધ-મુંધ છાતી ને કમ્મર ધત્ ત્તેરીકી !!
પાંચ વાંભની પૂતળિયુંમાં જંતર મંતર-
છલકે સરવર કૂવા ભમ્મર ધત્ ત્તેરીકી !!
—દીપક ત્રિવેદી
શ્વાસ ધડોધડ ફૂટે ઝરમર ધત્ ત્તેરીકી !!
અંIખ અડોઅડ મેઘાડમ્મર ધત્ ત્તેરીકી!!
પીળાં પચરક કેશુડાના છાંટા છલ્લક-
અલ્લપ-ઝલ્લપ ટહુકે અંબર ધત્ ત્તેરીકી!!
ટેકરીઓના ઘાસ પાંદડા પીધા તકધીન્-
આવે કાચે કાચાં તમ્મર ધત્ ત્તેરીકી !!
પીધાં રે ગુલમહોર ટેરવે અડિયો-દડિયો-
ઊંધ-મુંધ છાતી ને કમ્મર ધત્ ત્તેરીકી !!
પાંચ વાંભની પૂતળિયુંમાં જંતર મંતર-
છલકે સરવર કૂવા ભમ્મર ધત્ ત્તેરીકી !!
—દીપક ત્રિવેદી
No comments:
Post a Comment