Thursday, January 3, 2013

–માળું કૈંક નવીન થાવાનું ———દીપક ત્રિવેદી

–માળું કૈંક નવીન થાવાનું ———દીપક ત્રિવેદી
રસ્તા વચ્ચે ધૂળ ઉડે ને ધૂળમહીં ડમરીમાં ઉડે ધુમ્મસ જેવી છોરી …માળું કૈંક નવીન થાવાનું …!!
પંદર દિ ‘ થી ધુમરા લેતો ઓરસચોરસ દરિયો પૂછે આંખ્યુંને ફંફોરી … માળું કૈંક નવીન થાવાનું …!!
ઘરમેળે ઉકલ્યું ના કાંઈ છાનુંછપનું થયું છમકલું …હચમચ રુએ આંસુ …બાંધો ધજાપતાકા બાંધો !
વીસ વરસનો ઘાવ ઉઘાડો ઉછળે મેઘધનુષી પળમાં લઇ આવો ચોમાસું …બાંધો ધજાપતાકા બાંધો !
દાતરડું લઇ સીમ ઠેકતી શોણલવંતી નગરી કાંઠે ટગમગ જોતી ગોરી …માળું કૈંક નવીન થાવાનું …!!
રસ્તા વચ્ચે ધૂળ ઉડે ને ધૂળમહીં ડમરીમાં ઉડે ધુમ્મસ જેવી છોરી …માળું કૈંક નવીન થાવાનું …!!
દીવો બળે તો અમને લાગે વણઝારુંની વણઝારું ઉમટી રે અમને જોવા ….ઘોડાપૂર થતો દેકારો …
છલકું કે ના છલકું ની ભ્રમણાની ફૂટે નદીયુ ..ફૂટે ફૂલફુલિયા તડકા….ફૂટે અલકમલક ઝંકારો …
ટોળે વળતાં અંદરખાને ઘોંચપરોણો કરતા સપનાં તાણે રેશમ દોરી …માળું કૈંક નવીન થાવાનું …!!
રસ્તા વચ્ચે ધૂળ ઉડે ને ધૂળમહીં ડમરીમાં ઉડે ધુમ્મસ જેવી છોરી …માળું કૈંક નવીન થાવાનું …!!
———દીપક ત્રિવેદી

No comments:

Post a Comment