સોળ વરસનાં છોકરાનું ગીત -------- દીપક ત્રિવેદી
ફચ્ચ ... ઝાટકો માર્યો રાતોચોળ ... હળફ ... છોકરિયું ફૂટી નીકળી ...
ઘચ્ચક ...પરીયું ફૂટી નીકળી ...!
લીલ્લમ ખેતર વચ્ચે સીધોસટ થઇ ઉભો તો લાગ્યો તરગાળાનો વેશ ...!
શેઢે વડલો કરતો ઝુલમઝૂલ ...કહેતો નથી વેશ લવલેશ ...!!!
વળી એમ થાતું કે આંખે છરકા મારી ...ધમાકધમ પાંદળિયું ફૂટી નીકળી ...
ઘચ્ચક ...પરીયું ફૂટી નીકળી ...!
તડકો સોંસરવો નીકળીને સોનેરી થઇ જાતો ...બહાપો સોનેરી થઇ જાતો ...
પવન કાનમાં ગુસપુસ ગુસપુસ હું લહેરી થઇ જાતો ...હું લહેરી થઇ જાતો ...
સોળ વરસની ઘુઘરિયુંમાં ઝનનન ઠેસ ... ધનક ઝાંઝરિયું ફૂટી નીકળી ...
ઘચ્ચક ...પરીયું ફૂટી નીકળી ...!
-------- દીપક ત્રિવેદી
No comments:
Post a Comment