Thursday, January 3, 2013

નદી કિનારે જાવું સે………………દીપક ત્રિવેદી


નદી કિનારે  જાવું સે………………દીપક ત્રિવેદી 
 
નદી કિનારે  જાવું સે…ને .. ખળખળ થાવું સે… શુકનવંતા ગીત અરધે રસ્તે રે…  નદી કિનારે …!!
પડઘામાં પથરાવું સે… ને..ખોબામાં ઝીલાવું સે …મધમીઠું સંગીત અરધે રસ્તે રે…  નદી કિનારે …!!
ઝાકળનાં દરવાજા સે …ને …માલીકોરે રાજા સે …ઊઘડે આખી પ્રીત અરધે રસ્તે રે…નદી કિનારે …!!
તળિયે જઈને નાવું સે …ને…ભીતરમાં ભીંજાવું સે … આ તે કેવી રીત અરધે રસ્તે રે…નદી કિનારે …!!
ઢોલ,નગારાં,પડઘમ સે… ને…શરણાયુંમાં વાલમ સે …વગડે આખું ચિત્ત અરધે રસ્તે રે…નદી કિનારે …!!
મારી માથે દરિયો સે… ને…દરિયા પર સાંવરિયો સે …સાંવરિયો નવનીત અરધે રસ્તે રે…નદી કિનારે …!!
નદી કિનારે  જાવું સે…ને .. ખળખળ થાવું સે… શુકનવંતા ગીત અરધે રસ્તે રે…  નદી કિનારે …!!
 
—————દીપક ત્રિવેદી 

No comments:

Post a Comment