Thursday, January 3, 2013

શ્વાસ મધ્યેથી ચાલો —–દીપક ત્રિવેદી


શ્વાસ મધ્યેથી ચાલો —–દીપક ત્રિવેદી
ઉચાળા ભરો શ્વાસ-મધ્યેથી ચાલો !
અરે !ઓ પવન ! દ્વાર વચ્ચેથી ચાલો !
મુલાયમ સમયને કવચમાં વીંટાળી -
તમે જંગલો પર્ણરન્ધ્રેથી ચાલો !!
ઉધાડી જુઓ શ્વેત-અશ્વેત પત્રો –
કંઈ ના મળે કૃષ્ણ-પક્ષેથી ચાલો.
ઢાળો મધ્યરણમાં, મળો રક્તકણમાં–
ભીના થયાં ભગ્નવસ્ત્રેથી ચાલો !!
સોહમ ધ્વનિ ઘૂઘવે પંચ-પ્રાણે –
હવે નીલવર્ણ વિષચક્રેથી ચાલો !!
—–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment