પાગલ ને હોય નહીં જાત———દીપક ત્રિવેદી
પાગલને હોય નહીં જાત
હોય છે એ મૂળથી કજાત
ફૂલોમાં છાંટે છે અત્તરનાં ફુવારા પીંછું કબુતરનું પહેરે !
પથ્થરનાં પાંચીકા જોઈ ને અચાનક રસ્તામાં સ્મિતને જ વેરે !!
લાગે ના કોઈ દિ ‘ આઘાત
પાગલને હોય નહીં જાત !!
જાતને જે ભૂલે છે , ભૂલે છે દુઃખોનાં દરિયાઓ આખાં ને આખાં;
દીવાના ચક્ષુથી તેને દેખાયા જે ,રસ્તાઓ સાવ હતા ઝાંખા !!
હોય નહીં પોતાની નાત ;
પાગલને હોય નહીં જાત
લોકો તો એમ કહે કવિઓ પણ પાગલ છે, પાગલ છે આખું ખાનદાન !
દિવસ કે રાત ગણકારે નહીં બસ, કવિતામાં બાંધે મકાન !!!
છાની નૈ એની કોઈ વાત !!
પાગલ ને હોય નહીં જાત
———દીપક ત્રિવેદી
No comments:
Post a Comment