Thursday, January 3, 2013

ઝરમરિયા ઝાલા——–દીપક ત્રિવેદી

ઝરમરિયા ઝાલા——–દીપક ત્રિવેદી

હેય …રાતી આંખે ઝળુંબિયાં …ઝળુંબિયાં સપનાં ચાર રે …ઝરમરિયા ઝાલા !!
આ ખાટોમીઠો શ્રાવણિયો …શ્રાવણિયો અનરાધાર રે ….ઝરમરિયા ઝાલા !!
આ લીલીછમ્મ પાંદળિયું …. હાથે પાંદળિયુંનાં ભાર રે ….ઝરમરિયા ઝાલા !!
આ સોનેમઢ્યું બેડલિયું …. ઈંઢોણીથી ઉતાર રે ….ઝરમરિયા ઝાલા !!
આ દીવા ઝળહળ ઝબુકિયાં .. કાંઈ સાંજકનો સુમાર રે ….ઝરમરિયા ઝાલા !!
આ ઝાલર હારે મોર ટહુકિયાં .. ટહુકાનો નહિ પાર રે ….ઝરમરિયા ઝાલા !!
કાંટો જડવત ભચ્ચકભચ્ચક … ધધકધધક જળધાર રે ….ઝરમરિયા ઝાલા !!
એક અંબોડો ઝાટકિયો …… અલ્લડ અંબોડે અંધાર રે ….ઝરમરિયા ઝાલા !!
આ હથેળિયુંનાં ચીરાં ચરરર ….. ભીંતો તેજલધાર રે … ઝરમરિયા ઝાલા !!
ફળિયે રેતી ઉની ધગધગ … પડછાયા ભેંકાર રે …. ઝરમરિયા ઝાલા !!
————–દીપક ત્રિવેદી

No comments:

Post a Comment