કવિતાને પરણતા કવિને ———દીપક ત્રિવેદી
લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે !
ઉપાડો કલમ તીરની જેમ…ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી સરવરપાળે રોતી જી!
આંખોમાંથી શબ્દ નામનાં પલ પલ મોતી ખોતી જી!
લ્યો ધરો ભુજાઓ છેક…ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે !
આંખોમાંથી શબ્દ નામનાં પલ પલ મોતી ખોતી જી!
લ્યો ધરો ભુજાઓ છેક…ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે !
સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે છોરી તો ડગ માંડે હો!
છોરીને લઇ જાઓ પરણી કૌવત જેના કાંડે હો!
છોરીને લઇ જાઓ પરણી કૌવત જેના કાંડે હો!
લ્યો મરો-જીવો કાં કહો…કવિતા એક રહી મનભાવક રે!
લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે !
લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે !
———દીપક ત્રિવેદી
No comments:
Post a Comment